તમિલનાડુમાં જોરદાર વિસ્ફોટના થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તમિલનાડુના શિવાકાશી પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. મળતી માહિતી પ્રમાણે શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 લોકોનાં મોત થયા છે. શિવકાશીને ભારતમાં ફટાકડા બનાવવાનું કેન્દ્ર કહેવામાં આવે છે. દેશના ફટાકડા, સેફ્ટી માચીસ અને સ્ટેશનરી સામાનના કુલ ઉત્પાદનમાં પણ આ સ્થળનો મોટો હિસ્સો છે. આ ઘટનાને લઇને પોલીસે કહ્યું કે તેઓ વિસ્ફોટનું કારણ શું છે તેની તપાસ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટમાં અન્ય 12 લોકો દાઝી ગયા છે.




