Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલાઓ સહિત છ નક્સલ વાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છત્તીસગઢમાંથી એક સારા સમાચાર આવ્યા હતા જેમાં રાજ્યમાં નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય સુરક્ષા અધિકારીઓ દ્વારા આ નક્સલવાદીઓ પર 36 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ તમામ નક્સલવાદીઓની ભારતીય સૈનિકો અને છત્તીસગઢની પોલીસ લાંબા સમયથી શોધખોળ કરતી હતી. ભારતીય સુરક્ષા અધિકારીઓ સામે આત્મસમર્પણ કરેલા નક્સલીવાદીઓ પૈકી દુધીપોજ્જા (27), તેની પત્ની દુધીપોજ્જા (24), મહિલા નક્સલવાદીજયક્કા ઉર્ફે આયતેકોર્સા (51), કાવાસીમુડા (30), કરમ નરન્ના ઉર્ફે ભૂમા (65) અને રૈનુ ઉર્ફે મદકામસુક્કા (35) એ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલ વાદીઓએ દુધીપૌજા પર રૂ. 8 લાખ અને જયક્કાના માથા પર રૂ. 5 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. તે ઉપરાંત કાવાસીમુડા પર રૂ. 5 લાખ, કરમ નરન્ના પર અને રૈનુ પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસના ‘પુનાનરકોમ’ અભિયાનથી પ્રભાવિત અને માઓવાદીનેતાઓના ભેદભાવપૂર્ણ વર્તનથી કંટાળેલા આ નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે આ નક્સલવાદીઓ પર પોલીસ ટીમ પર હુમલા સહિત અનેક નક્સલવાદી ઘટનાઓમાં સામેલ હોવાના આરોપો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ સહાય પૂરી પાડવામાં આવશે.