હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આગામી સાત દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં વીજળીનાકડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે. ઉત્તર અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 મે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.




