Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસનાં ચાલકોની હડતાળ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજકોટમાં સીટી બસ અને બીઆરટીએસનાં ચાલકો સોમવારે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ બીઆરટીએસ રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. બીઆરટીએસ તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ હડતાળ બાબતે બીઆરટીએસનાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારી પાસે રેગ્યુલર રાબેતા મુજબની ગાડી રોજની ગાડીઓ 65થી 70 છે. જે બીઆરટીએસ તેમજ સીટી બસ મળીને 70 જેટલી ગાડીઓનાં પૈડા થંભી જવા પામ્યા છે.

માંગણી બાબતે તેઓએ જણાવ્યું હતું કે, કંપની સામે અમારો કોઈ રોષ નથી. અમારી કોઈ બીજી માંગણી નથી. કંપની પણ અમારી નોકરીને લઈ સંતોષ છે. અમને પગાર 7થી 10 દરમ્યાન મળી જાય તે અમારી માંગણી છે. કંપનીનાં આયોજન પ્રમાણે ક્યારે 15 અથવા તો ક્યારેક 17 તારીખે પગાર ચૂકવવામાં આવે છે. તો ક્યારેક 11થી 12 તારીખ સુધી મળી જાય છે. છેલ્લા પાંચ છ મહિનાથી આવી તકલીફ પડે છે. મુસાફરોને ભોગવવી પડી ભારે હાલાકી, અચાનક બીઆરટીએસ તેમજ સીટી બસનાં કર્મચારીઓ દ્વારા એકાએક હડતાળ ઉપર ઉતરી જતાં રાજકોટ વાસીઓને ઓટો રિક્ષા ચાલકો દ્વારા પણ આ બાબતનો લાભ લઈ મુસાફરો પાસેથી વધુ ભાડુવસુલ કરવામાં આવ્યું હતું.