Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માળીયાહાટીના ગામના એક યુવાનનું જામનગરમાં પીપર ગામના તળાવમાં ડૂબી જતાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલી એક ફૂડ પ્રોસેસ કંપનીમાં કામ કરી રહેલા સાત જેટલા કર્મચારીઓ રવિવારની રજાના દિવસે પીપર ગામની સીમમાં આવેલા એક તળાવમાં નાહવા પડ્યા હતા જ્યાં ડૂબી જવાના કારણે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.તેની સાથે ન્હાવા પડેલા અન્ય મિત્રોએ બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ બચાવી શક્યા ન હતા.

આ કરુણ બનાવની વાત કરીએ તો મૂળ જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામના વતની અને કાલાવડ નાનીકાવા નજીક આવેલી એક ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં રહીને મજૂરી કામ કરતો દેવ કરસનભાઈ ભરડા નામનો 19 વર્ષનો યુવાન રવિવારની રજા હોવાથી પોતાની સાથે કામ કરતા અને રૂમ પાર્ટનર રહેતા સાત જેટલા મિત્રોની સાથે કાલાવડ તાલુકાના પીપર ગામની સિમમાં આવેલા કરસનકુઈ નામના તળાવમાં નાહવા માટે ગયા હતા, જયાં તમામ મિત્રો સ્નાન કરી રહ્યા હતા, તે દરમિયાન દેવ એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.

અન્ય મિત્રોએ તેને બચાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ દેવનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેથી અન્ય મિત્રોએ બુમાબુમ કરી મૂકી હતી. સમગ્ર બનાવ અંગે મૃતક દેવની સાથે જ કામ કરી રહેલા પરેશ જીવાભાઈ વાસણ નામના અન્ય એક યુવાને કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય.પી. ગોહિલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તળાવમાંથી દેવ કરસનભાઈ ભરડાના મૃતદેહને બહાર કઢાવ્યો હતો અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.