તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : બાઈક સ્લીપ થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં હીંદલા ગામની સીમમાં આવેલ રોડ ઉપરના વળાંકમાં યુવકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે હંકારી લાવી બાઈકને સ્લીપ ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે બે યુવકોને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, ડાંગનાં વઘઈ તાલુકાનાં કોસીમદા ગામનાં કોટવાળી ફળિયામાં રહેતો આશિષભાઈ લીમજીભાઈ ગામીત (ઉ.વ.18)નાંઓ ગત તારીખ 20/04/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/30/C/6511ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાના કબ્જાની બાઈક હીંદલા ગામ પાસે આવેલ વળાંકમાં સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક આશિષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન 26/04/2024નાં રોજ મોત નિપજ્યું હતું, જયારે તેના મિત્રો નીતેશને ડાબા પગે ઘૂંટણનાં નીચે ઈજા થઈ હતી અને તૃપેશને પીઠનાં ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે લીમજીભાઈ ગામીત નાંએ તારીખ 11/05/2024નાં રોજ સોનગઢ પોલીસ મથકે અકસ્માત અંગે જાણ કરી હતી.