Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં અગાસવાણ ગામનાં આંબા ફળિયામાં રહેતો રાકેશભાઈ મોહનભાઈ ગામીત (ઉ.વ.30)નાંઓ રવિવારનાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/E/9356 લઈને આંબા ફળિયામાંથી પસાર થતા વ્યારા પાંચપીપળા રોડ ઉપરથી પસાર થતાં હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાકેશભાઈની બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક રાકેશભાઈને રોડ ઉપર પડી જતાં માથાનાં ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે ઈજાઓ પહોંચતા તેમનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. જયારે વાહન ચાલક આ અકસ્માત સર્જી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે વિલેશભાઈ છોટુભાઈ ગામીત નાંએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.