Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : આગામી સમયમાં લોકસભા સામાન્ય-2024 પરિણામ જાહેર થનાર હોય, જેથી જિલ્લામાં પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડિટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને, તાપી એલ.સી.બી પોલીસ અને પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ગતરોજ ફરજ પર હાજર હતા તે દરમિયાન ખાનગી બાતમીનાં આધારે, વ્યારાનાં ટીચકપુરા બાયપાસ હાઈવે ઉપરથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિજયભાઈ હરીભાઈ પરમાર (ઉ.વ.40., રહે.રહીયાદ ગામ, ગરાસીયા ફળિયું, તા.વાગરા, જિ.ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.