તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કામરેજનાં મૌલવીનાં રિમાન્ડ પુરા થતાં સબજેલમાં મોકલી અપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કામરેજનાં મૌલવીના રિમાન્ડ પુરા થતા સબજેલમાં મોકલી અપાયો છે. પરંતુ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં ઉપદેશ રાણાએ અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં મૌલવીનું જ નામ સામે આવતા હવે પોલીસે તે અંગે પણ તપાસ કરશે. હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી સોહેલ અબબુકર ટીમોલની ગત તારીખ 4 મે’ના રોજ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ તેના 12 દિવસના રિમાન઼્ડ મેળવી પુછપરછ હાથ ધરતા બિહાર અને નાંદેડથી બે ની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની પુછપરછ હાલ ચાલું છે. જ્યારે મૌલવીના રિમાન્ડ પુરા થતા તેને સબજેલમાં મોકલી આપ્યો હતો. ઉપદેશ રાણાએ ગત માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી તેને ધમકી મળી હોવાની ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે જે તે સમયે અજાણ્યા નંબરના સીડીઆર મેળવી તપાસ હાથ ધરી હતી. જો કે પાકિસ્તાનના નંબર હોવાથી પોલીસની તપાસ અટકી પડી હતી. પરંતુ હવે આ સમગ્ર કેસ ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલ્લો થયો છે. ત્યારે આગામી દિવસોમાં મૌલવી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાબતે તપાસ શરૂ થશે.