તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ : 1ની મોત, 6થી વધુ લોકો ઘાયલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતોઅને બાદમાં આ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી 70 કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં બની હતી. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. એસડીઆરએફ અને પોલીસ પ્રશાસનની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. ફેક્ટરીમાં વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી લોકોને સંભળાયો હતો. ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગના તણખાને કારણે આસપાસનારહેણાંકવિસ્તારોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વિસ્ફોટો બાદ ફેક્ટરીનો કાટમાળ દૂર સુધી પડ્યો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા, જો કે આ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગની ઘટનામાં સમાચાર લખાય છે ત્યાં સુધીમાં મળતી માહિતી મુજબ એક વ્યક્તિ નું મોત થયું છે અને છ થી વધુ લોકો ઘાયલ થયા છે.