રાજ્યમાં ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા અને શાળાની રજામાં બાળકોને આનંદ આપવા શહેરીજનોવોટરપાર્કની મજા માણવા જતા હોય છે. વોર્ટરપાર્કનો આનંદ માણવા એક પરિવાર મહેસાણાના કડીના અલદેસણ નજીક આવેલા ગણેશા વોટર પાર્ક પંહોચ્યો હતો પરંતુ આ પરિવારને વોટર પાર્કના બાઉન્સરનો ખુબજ ખરાબ અનુભવ થયો હતો, કોઈ બાબતો પર વોટર પાર્કના બાઉન્સરો અને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે એટલી હદે વધી ગઈ કે બાઉન્સરો દ્વારા પરિવારના મોભીને માર માંરવામાં આવ્યો હતો, જ્યારે આ બનાવમાંબાઉન્સરોની દાદાગીરી મામલે ફરિયાદ નોંધાવા માટે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં પોલીસે તેમની ફરિયાદ નોંધવાના બદલે તેમને સમજૂતી કરવાની સલાહ આપવામાં આવી હતી.




