તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Theft : બે ઘરમાંથી રૂપિયા 4.91 લાખનાં દાગીના ચોરી થઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા નજીક આવેલ દુમાડ ગામ પાસે મારુતિવિલા સોસાયટીમાં ચાર ચોરોએ ત્રાટકી હાહાકાર મચાવ્યો હતો. બે ઘરોમાંથી સોના ચાંદીના દાગીના સહિત 4.91 લાખ રૂપિયાની ચોરી કરી ગઈ હતી. મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં લીલાપુર ગામના વતની પરંતુ હાલ મારુતિવિલા સોસાયટીમાં રહેતા વિમલ જગદીશભાઈ ડોબરીયાએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા આઠ વર્ષથી મંજુસર જીઆઇડીસીમાં લેઝર કટ સ્ટીલ વર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરું છું.

તારીખ 26ના રોજ ગોત્રી ખાતે રહેતા મારા સાઢુભાઈ મહેશ ચંદુભાઈ ભુવાના ઘરે મહેમાનગતિ માટે ગયા હતા અને તારીખ 28ના રોજ સવારે પાડોશીનો ફોન આવ્યો કે ઘરના પાછળના દરવાજાનું લોક તુટેલ છે. ઘરમાં ચોરી થઈ હોવાનું જણાય છે ત્યારબાદ હું ઘેર આવ્યો હતો. ત્યારે બેડરૂમનો સામાન વેરવિખેર હતો અને ડબલ બેડની નીચે બનાવેલા ચાર ખાના ખુલ્લા હતા આ ખાનામાંથી રોકડ, સોના ચાંદીના દાગીના સહિત 2.79 લાખની મત્તા ચોરી થઈ હતી. દરમિયાન મારી પાડોશમાં રહેતા જોગીનદર સિંહ કરમસિંહના મકાનના પાછળના દરવાજાનું પણ લોક તોડી ચોરો અંદર પ્રવેશ્યા હતા અને બેડરૂમની તિજોરી તોડી અંદરના ખાનાનું પણ લોક તોડીને દાગીના રોકડ મળી 2.12 લાખની ચોરી કરી ગઈ હતી.