વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ સિંહની ફિલ્મ ‘જુગ જુગ જિયો’નો બીજો ભાગ બની રહ્યો છે. તેનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ કરી દેવાશે. ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું શરુ થઈ ગયુ છે. ફિલ્મને ‘જુગ જુગ જિયો ટૂ’ નામ જ આપવું કે પછી અલગ ટાઈટલ આપવું તે અંગે હવે પછી નિર્ણય લેવાશે. ફિલ્મની કાસ્ટમાં વરુણ ધવન રીપિટ થશે તે લગભગ નક્કી છે. આ ઉપરાંત ટાઈગર શ્રોફનું નવું પાત્ર પણ ઉમેરાઈ શકે છે તેવી ચર્ચા છે. આ ફિલ્મ બે વર્ષ પહેલાં રીલિઝ થઈ ત્યારે જ કરણ જોહરે તેનો બીજો ભાગ આવી શકે તેવો સંકેત આપ્યો હતો.



