Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેર નજીક આવેલા પ્રભુપુરામાં રહેતી સગીરાનુ અપહરણ કરીને પાંચ વર્ષ અગાઉ જાલીયાનામઠ ખાતે રહેતા યુવાન દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ દહેગામના બબદલપુરા સંપાનો વતની અને જાલીયાના મઠ ખાતે રહેતો યુવાન સુનિલકુમાર માનસિંહ ઝાલા ગાંધીનગર નજીક આવેલા પ્રભુપુરા ખાતે મામાના ઘરે રહેવા માટે આવ્યો હતો.

આ દરમિયાન ગત 14 સપ્ટેમ્બર 2019ના રોજ પ્રભુપુરા ખાતે રહેતી સગીરાને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ અલગ અલગ સ્થળોએ તેને લઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે ડભોડા પોલીસ મથકમાં યુવક સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો.

જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી સુનિલકુમાર માનસિંહ ઝાલાને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.