વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં જુગારખાનું ધમધમી રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકોટા પોલીસની ટીમ સાંજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જેતલપુર બ્રિજ પાસે આવેલી વિન્ટેજ હોટલના એક રૂમમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતા પોલીસે દરરોજ પાડ્યો હતો.
પોલીસ ત્રાટકી તે વખતે પાંચ જણા બેડ પર બેઠા હતા તેમજ એક ખુરશી પર બેસી જુગાર રમી રહ્યા હતા. આમ, પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસે રોકડા રૂપિયા 48,500/-, 7 નંગ મોબાઈલ, એક કાર તેમજ બે ટુ-વ્હીલર મળી કુલ રૂપિયા 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જયારે પોલીસે પકડેલા જુગારીયાઓમાં રશ્મીન રામ પ્રકાશ ધવન (રહે.વેનીસન રેસીડેન્સી, બ્રાઇટ સ્કૂલ પાછળ, વાસણા ભાયલી રોડ), નિતીન રતિલાલ કોન્ટ્રાક્ટર (રહે.નીલાંબર પામ,વાસણભાઈલી રોડ), જગદીશ ઓમ પ્રકાશ અગ્રવાલ (રહે.સીટીઝન સોસાયટી ઈલોરા પાર્ક, ગોરવા), જનક ભુલાભાઈ પટેલ (સાઈનાથ પાર્ક,વાસણા રોડ), વિશાલ પ્રવીણભાઈ પટેલ (રહે.શાંતિ કુંજ સોસાયટી, દીપ ચેમ્બર પાસે, માંજલપુર) અને રાહુલ મોહનભાઈ ખંડેલવાલ (રહે.વૃંદાવન ટાઉનશીપ, હરણી રોડ)નાંઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ હતી.




