Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : નિવૃત પ્રિન્સીપાલનાં ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થઈ, વાલોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં અંધાત્રી ગામનાં ગામતળ ફળિયામાં રહેતા નિવૃત પ્રિન્સીપાલનાં બંધ ઘરમાંથી રોકડ રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા 1,00,710/-ની ચોરી થયાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડનાં અંધાત્રી ગામનાં ગામતળ ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહભાઈ મોહનસિંહભાઈ પરમાર (ઉ.વ.84)નાં જેઓ માધમિક અને હાયર સેકન્ડરીમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા અને હાલ જેઓ નિવૃત તરીકે પોતાનું જીવન ગુજારે છે.

જોકે ગત તારીખ 27/06/2024નાં રોજ મહેન્દ્રસિંહની તબિયત સારી ના રહેતા તેઓ સુરત ખાતે રહેતા તેમના પુત્રનાં ફેમિલી ડોક્ટર પાસે સારવાર માટે ગયા હતા અને તેમની તબિયતમાં સુધારો આવતા મહેન્દ્રસિંહભાઈ તારીખ 05/07/2024નાં રોજ બપોરનાં સમયે અંધાત્રી ગામ આવવા નીકળ્યા હતા અને સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યા તો જોયું કે, મુખ્ય દરવાજાનો આગળનો જાળી વાળો દરવાજાનો ખુલ્લો હતો અને મુખ્ય દરવાજો પણ ખુલ્લો જોવા મળ્યો હતો તેમજ આગળનાં ભાગે લગાવેલ તાળાનો નકુચાનો અડધોભાગ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો જેથી ઘરમાં પ્રવેશ કરી જોતા બેડરૂમનાં આવેલ પલંગ ઉપર કબાટની તિજોરીનાં ડ્રોવર પડેલ હતા અને કપડા પણ અસ્ત વ્યસ્ત હતા તેમજ કબાટની તિજોરી ખુલ્લી હાલતમાં હતી.

આમ તિજોરીમાંથી રોકડા રૂપિયા 35,000/- અને તેમની પત્ની દમયંતીબેનનાં ઘરેણા જેમાં સોનાની કડી નંગ 1, સોનાની બુટ્ટી નંગ 6, સોનાનું પેન્ડલ નંગ 2, સોનાનું મંગલસૂત્ર નંગ 1, સોનાની ચેઈન નંગ 1, ચાંદીના સિક્કા અને ચાંદીના સાંકળા બે જોડી મળી કુલ રૂપિયા 1,00,710/-ની ચોરી કરી કોઈ આજનો ચોર ભાગી છૂટ્યો હતો. ચોરી અંગે નિવૃત પ્રિન્સીપાલ મહેન્દ્રસિંહભાઈ પરમાર નાંએ તારીખ 06/07/2024નાં રોજ વાલોડ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.