તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ઉત્તરાખંડ : બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતાં ચારેકોર વિનાશનાં દૃશ્યો સર્જાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરાખંડનાં ટિહરીનાં બુઢાકેદાર ક્ષેત્રમાં આભ ફાટવાની ઘટનાને પગલે હાહાકાર મચી ગયો. બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતાં ચારેકોર વિનાશના દૃશ્યો સર્જાયા હતા. ગેંવાલી, તોલી, જખાણા, વિસન, તિનગઢ અને બુઢાકેદાર ગામના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આભ ફાટવાની ઘટના બાદ બાલગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક મકાનો, રસ્તાઓ વહી ગયા હતા.

જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જેમાં દુકાનો અને મકાનોને પણ ભારે નુકશાન પહોંચ્યું છે બુઢાકેદારના તોલી ગામમાં તો ભૂસ્ખલન જેવી ઘટના બનતાં એક માં-દીકરી જીવતાં દટાઈ ગયા હતા. સમગ્ર ખીણ વિસ્તારનાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મૃતકોની ઓળખ સરિતા દેવી અને અંકિતા તરીકે થઈ હતી. સ્થિતિ એવી ભયાનક થઈ ગઈ છે કે, તંત્રની ટીમ રેસ્ક્યુ કે સહાય પહોંચાડવા માટે ત્યાં સુધી પહોંચી શકી નથી. આભ ફાટવાની ઘટનાને કારણે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા. આ વિસ્તારના અનેક ભાગોમાં પીવાના પાણી તથા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. તંત્રએ નુકસાનનો અંદાજ કાઢવાની શરૂઆત કરી દીધી છે.