Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Committed Suicide : તબીબીનો અભ્યાસ કરતી યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભુજ શહેરના દ્વિધામેશ્વર કોલોનીમાં રહેતી અને તબીબીનો અભ્યાસ કરતી યુવતીએ ભણતરના ટેનશનમાં આવી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જ્યારે મુંદરા નાના કપાયા ગામે પતિએ માર્કેટ લઇ જવાની ના કહેતાં મનપર લાગી આવતાં પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ પગલે મૃતકના પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના દ્વિધામેશ્વર કોલોનીમાં રહેતી 22 વર્ષીય તનવીબેન શંભુગીરી ગોસ્વામી નામની યુવતીએ ગુરૂવારે બપોરે પોણા વાગ્યાના સમય ગાળા દરમિયાન પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

મરણજનારના માતા જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે. તેઓ બપોરે ઘરે આવતાં દિકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. તાત્કાલિક હતભાગી યુવતીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં હાજર પરના તબીબે બપોરે ત્રણ વાગ્યે મૃત જાહેર કરી હતી. ભુજ એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ મહિલા પીએસઆઇએ આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે પ્રાથમિક તપાસમાં મરણજનાર યુવતી તબીબીનો અભ્યાસ કરતી હોવાનું અને અભ્યાસના ટેનશનમાં આત્મઘાતી પગલું ભરી લીધુ હોવાનું મૃતકના પરિવારજનોમાંથી બહાર આવ્યું છે.

જોકે આપઘાત પાછળના કારણો જાણવા પોલીસ તપાસ કરી રહી હોવાનું તપાનીશે જણાવ્યું હતું. બીજી તરફ મુળ બીહારના હાલ મુંદરા તાલુકાના નાના કપાયા ગામે લક્ષ્મી રેસીડન્સીમાં રહેતા નીશાકુમારી કુન્દનકુમાર રાય (ઉ.વ.20) નામના મહિલાને તેના પતિએ માર્કેટ લઇ જવાની ના કહેતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં મનપર લાગી આવતાં બુધવારે મોડી રાત્રીના દોઢ વાગ્યે મીનાકુમારીએ પોતાના ઘરની ગેલેરીમાં દુપટ્ટા વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!