તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદનાં કારણે ત્રણ તાલુકાનાં ચેકડેમ અને તળાવોમાં પાણીની આવક થતાં લોકોમાં ખુશાલી જોવા મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારોમાં સાંબેલાધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો. છેલ્લા 10 કલાકમાં પ્રાંતિજમાં સાડા છ ઈંચ, તલોદ, હિંમતનગર 4.5 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ટ્રાફકી ઉપર વિપરીત અસર જોવા મળી હતી. 3 તાલુકાના ચેકડેમ અને તળાવોમાં પાણીની આવક થતા લોકોમાં ખુશાલી જોવા મળી છે.

બીજી તરફ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી ભારે વરસાદના કારણે ગટર ન દેખાતાં 13 જેટલાં વાહનો ગટરમાં ખાબકતાં હતી. સાબરકાંઠા જિલ્લામાં વરસાદની 34 ટકા ઘટથી ખેડૂતો અને વહીવટી તંત્ર ચિંતિત હતું. પરંતુ સોમવારથી મેઘરાજાએ અપાર હેત વરસાવવાની શરૂઆત કરી હતી. સોમવાર સવારથી જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 4 થી સાડા 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જગતના તાતમાં ખુશાલી જોવા મળી હતી.

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ, હિંમતનગર અને તલોદમાં અતિભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દોડતું થયું હતું અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. હિંમતનગરના બેરણા રોડ પર આવેલી રાજદિપ સોસાયટીમાં સાડા ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાના બાળકો સહિત રાજદિપ સોસાયટી તેમજ આસપાસની અનેક સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતી. રહીશોનું કહેવુ છે કે, પહેલા વરસાદી પાણી રાજદિપ સોસાયટીમાંથી બેરણા તરફ વહી જતુ હતું, પરંતુ રોડનુ લેવલ નીચુ રાખતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્યારે આવી બેદરકારી રાખનાર જવાબદાર અધિકારી સહિત એજન્સી સામે પગલા ભરવાની માંગ કરી છે.