Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગ જિલ્લામાં યોજાનાર યુવા ઉત્સવ ૨૦૨૪-૨૫માં ભાગ લેવા માટે તા.૯ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવ્રુતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા, પ્રતિ વર્ષ યોજાતી યુવા ઉત્સવની સ્પર્ધાઓ ચાલુ વર્ષે પણ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ૧૫ વર્ષ પૂરા કરેલાં અને ૨૯ વર્ષ સુધીના વિદ્યાર્થી તેમજ કોઈ પણ યુવક-યુવતીઓ આ યુવા ઉત્સવમાં ભાગ લઈ શકશે. તાલુકા કક્ષાએ ૧૫ સ્પર્ધાઓ અને સીધી જિલ્લા કક્ષાએ ૧૮ સ્પર્ધાઓ ઓફલાઈન મોડમાં યોજાશે. વયજુથ મુજબ સ્પર્ધકે ભાગ લેવાનો રહેશે. વય મર્યાદા તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી ધ્યાને લેવાની રહેશે. ‘અ’ વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૨૦ વર્ષ સુધીના (તા.૩૧/૧૨/૨૦૦૪ થી તા.૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા), ‘બ’ વિભાગમાં ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના (તા.૩૧/૧૨/૧૯૯૫ થી તા.૩૧/૧૨/૨૦૦૪ વચ્ચે જન્મેલા) અને ખુલ્લા વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના (તા. ૩૧/૧૨/૧૯૯૫ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા) સ્પર્ધકો ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં અ, બ તેમજ ખુલ્લો એમ ત્રણ વયજુથ વિભાગમાં યોજાનાર છે. જેમાં વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય કુલ-૬ કૃતિઓ ‘અ’ અને ‘બ’ એમ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા-છંદ-ચોપાઇ, લગ્નગીત કુલ-૫ કૃતિઓ ફક્ત ‘બ’ વિભાગમાં યોજાશે, અને લોકવાર્તા, સર્જનાત્મક કારીગીરી, ભજન, સમૂહગીત, સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકિંગ, ડિક્લેમેશન, ફોટોગ્રાફી કુલ-૮ ફક્ત ખુલ્લા વિભાગમાં યોજવામાં આવશે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન રાષ્ટ્ર કક્ષા યુવા ઉત્સવમાં દાખલ કરવામાં આવેલ કૃતિઓ (અ) લાઈફ સ્કિલ વિભાગમાં (૧) સ્ટોરી રાઈટીંગ (૨) પોસ્ટર મેકિંગ (૩) ડિક્લેમેશન અને (૪) ફોટોગ્રાફી તાલુકા કક્ષાએથી યોજવામાં આવશે.

અને (બ) યુવાકિતી વિભાગમાં (૧) ઠંડી ક્રાફટ (૨) ટેક્ષટાઈલ્સ (3) એગ્રો પ્રોડકટના પ્રદર્શન સીધી પ્રદેશ કક્ષાએ યોજવામાં આવનાર હોઈ, ઉક્ત વિભાગની ત્રણ કૃતિઓની અરજીઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આહવા, (આંબાપાડા) તાલુકા આહવા ખાતે મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધા માટે તાલુકા અને જિલ્લા કક્ષાના કન્વિનરશ્રીનોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુબીર તાલુકામાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી સુનીલભાઈ બાગુલ (સંપર્ક નંબર- મો.૯૪૨૮૬૮૫૩૭૮), વઘઇ તાલુકામાં સરકારી માધ્યમિક શાળા સાકરપાતળના આચાર્યા શ્રીમતી ડો. ફાલ્ગુની પટેલ (સંપર્ક નંબર-મો.૯૯૦૯૧૮૦૪૪૭), આહવા તાલુકામાં તાલુકા પ્રાથમિક શાળા આહવાના આચાર્યશ્રી અર્જુનભાઈ પટેલ (સંપર્ક નંબર- મો. ૮૮૪૯૬૩૧૪૧૬) તેમજ જિલ્લા કક્ષાના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આહવા (સંપર્ક નંબર-મો. ૯૮૨૫૧૨૨૩૪૮), વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત કચેરી, આહવાનો સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!