તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

‘ચંદુ ચેમ્પિયન’ ફિલ્મ જલ્દી ઓટીટી પર રિલીઝ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કાર્તિક આર્યનની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ‘ચંદુ ચેમ્પિયન’ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. જો તમે આ ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા છો, તો હવે તમે તેને ઘરે બેઠા જોઈ શકો છો. હવે નિર્માતાઓએ ‘ચંદુ ચેમ્પિયન’ની ઓટીટી રિલીઝ ડેટ જાહેર કરી છે. કાર્તિક આર્યન આ ફિલ્મમાં મુરલીકાંત પેટકરની ભૂમિકામાં જોવા મળ્યો છે જે લાખો લોકોને પ્રેરણા આપી રહ્યુ છે. હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. તો ચાલો જાણીએ કે કયા OTT પર તમે ઘરે બેઠા ફ્રીમાં ચંદુ ચેમ્પિયન જોઈ શકો છો.

કાર્તિક આર્યન દ્વારા દિગ્દર્શિત ‘ચંદુ ચેમ્પિયન’ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરની બાયોપિક  છે, જેમણે શારીરિક અક્ષમતા હોવા છતાં હાર ન માની. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, કાર્તિક ઉપરાંત વિજય રાજ, ભુવન અરોરા, યશપાલ શર્મા અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેની રિલીઝ પહેલા જ કાર્તિક આર્યનની ફિલ્મના ડિજિટલ રાઇટ્સ એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. હવે, થિયેટરોમાં રિલીઝ થયાના લગભગ 44 દિવસ પછી, આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર રેંટ પર ઉપલબ્ધ હતી.

જોકે હવે ચંદુ ચેમ્પિયન 9 ઓગસ્ટ, 2024થી પ્રાઇમ વિડિયો પર ફ્રીમાં જોઈ શકાશે. રિપોર્ટ્સ અનુસાર ચંદુ ચેમ્પિયન 140 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મે ભારતમાં રૂપિયા 62.45 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યારે આ ફિલ્મનું વર્લ્ડ વાઇડ કલેક્શન રૂપિયા 88.14 કરોડ છે. કાર્તિક આર્યનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, એક્ટર વર્ષ 2011માં ફિલ્મ પ્યાર કા પંચનામાથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી પ્યાર કા પંચનામા 2, પતિ પત્ની ઔર વો, સોનુ કે ટીટુ કી સ્વીટી, લવ આજ કલ, ભૂલ ભુલૈયા 2, સત્યપ્રેમ કી કથા, ફ્રેડી જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ પછી તે ભૂલ ભૂલૈયા 3માં રૂહ બાબાના રોલમાં પણ જોવા મળશે.