Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Accident : બાઈક અને ટેન્કર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના નૂરપુર કેનાલ પાસે બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનો હાથ શરીરથી છુટો પડી રસ્તા પડયો હતો આ અકસ્માતમાં તેનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિરપુરથી બાલાસિનોર હાઈવે પરના નૂરલુર કેનાલ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિરપુરથી દૂધનું ટેન્કર પૂરઝડપે બાલાસિનોર તરફ જઈ રહ્યું હતું.

તે સમયે નૂરપુર કેનાલ પાસે સામેથી આવતા બાઈક સવારને ધડાકાભેર અથડાતા બાઈક સવાર ટેન્કરના પાછળના ભાગે આવી ગયો હતો. જયારે બાઈક સવાર રાહુલકુમાર લાલાભાઈ ભોઈ હોવાનું જાણવા મળે હતું. આ અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા ગામ લોકોના ટોડે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે બનાવની જાણ વીરપુર પોલીસ અને ૧૦૮ ને કરતા તાબડતોબ  વીરપુર પોલીસ સાથે એમ્બ્યુલન્સ દોડી આવી હતી બાઈક સવારને પ્રાથમિક સારવાર આપી લુણાવાડા ખસેડવામાં આવ્યો હતો જોકે બાઈક સવારના પરીવારજનો હોસ્પિટલ દોડી આવતા વધુ સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યો હતો પરંતુ તબીબી દ્વારા બાઈક સવારને મૃત જાહેર કર્યો હતો.