Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાત્રે ૧૦ કલાકે : ઉકાઈ ડેમમાંથી અંદાજીત ૧,૬૩,૩૧૨ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા સોમવારે રાત્રે ૧૦ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૬.૨૮ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૧,૪૭,૫૧૮ કયુસેક પાણીની આવક નોંધાઇ હતી સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમના ૧૨ ગેટ ૬ ફૂટ અને ૨ ગેટ ૭ ફૂટ ઓપન કરી ડેમમાંથી અંદાજીત ૧,૬૩,૩૧૨ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ નજીક પહોંચી છે,ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.તા.૨જી સપ્ટેમ્બર નારોજ રાત્રે ૧૦ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૬.૨૮ ફૂટે પહોંચી છે.ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા પ્રકાશા ડેમના ૭ ગેટ ફૂલ ઓપન કરીને ડેમમાંથી ૮૮,૦૪૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમજ પ્રકાશા  ડેમની જળ સપાટી ૧૦૭.૮૦૦ મીટર નોંધાઇ હતી આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી ૨૧૦.૮૦૦ મીટર સાંજે ૬ કલાકે નોંધાઇ હતી અને ડેમના ૧૮ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૯૧,૮૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!