તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

ઉછીના રૂપિયા આપવાની ના પાડતા યુવાન અને તેની માતા ઉપર હુમલો, પોલીસે હુમલો કરનાર સામે ગુનો નોંધ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેર નજીક આવેલા સોનારડા ગામમાં ઉછીના રૂપિયા આપવાની ના પાડતા યુવાન અને તેની માતા ઉપર લોખંડની કોસ વડે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘાયલ માતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે યુવાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, સોનારડા ગામમાં રહેતો યુવાન નરેશ જયંતીભાઈ વાઘેલા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે અને તેની માતા એકલા જ રહે છે ત્યારે ગુરૃવારના સાંજના સમયે તે ઘરે હાજર હતો.

તે વખતે તેમના જ મહોલ્લામાં રહેતો હિરેન ઉર્ફે ભમો ખોડાભાઈ મકવાણા જે દારૃ પીવાની ટેવવાળો હોવાથી નરેશ પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. જોકે નરેશે તેની પાસે રૃપિયા નહીં હોવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ઘરે ગયો હતો ત્યારબાદ લોખંડની કોસ લઈને આવ્યો હતો નરેશને જેમ ફાવે તેમ ગાળો બોલીને તેના હાથમાં રહેલી કોસ વડે હુમલો કરી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. આ ઘટનાને પગલે તેની માતા પુષ્પાબેન છોડાવવા માટે વચ્ચે પડતા તેની ઉપર પણ હિરેને હુમલો કરી દીધો હતો. બંને જણા ઘાયલ થયા હતા જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ ઘટના અંગે ડભોડા પોલીસે યુવાન હિરેન મકવાણા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.