ગાંધીનગર દહેગામ અમદાવાદ રોડ પર ઉમિયા માતાના મંદિર પાસે ડમ્પર અને બાઈક અકસ્માતમાં નાંદોલ ગામના ૧૯ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. મૃતક યુવાન હર્ષ રાકેશભાઈ પ્રજાપતિ પોતાનું બાઈક લઈ નરોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે ભારે વરસાદને કારણે આગળ ધીમી ગતિએ જઈ રહેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો.મૃતક યુવાન એન્જિનિયરિંગમાં અભ્યાસની સાથે અમદાવાદમાં ખાનગી નોકરી પણ કરતો હતો. શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દહેગામ બરબ ખાતે સારવાર હેઠળ ખસેડાયો હતો. અને આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃત પામેલ છે. અને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશનું પીએમ કરવામાં આવેલ છે. તેમજ યુવાનના મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.



