ઓલપાડ પોલીસે કુંકણી ગામે કરેલ પ્રોહિ. રેઈડ ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ બુટલેગરને સરોલી બ્રિજ નીચેથી ઝડપી લીધો હતો. ગત તારીખ ૨૪ ઓગસ્ટના રોજ ઓલપાડ પીઆઈ સી.આર.જાદવે તાલુકાના કુંકણી ગામે પ્રોહિ. રેઈડ કરી રૂપિયા ૧૫,૫૧,૬૦૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થા સાથે આઇસર ટેમ્પો, જેની કિંમત રૂપિયા ૮ લાખ, રૂપિયા ૪૦,૦૦૦/-નું એક મોપેડ, રૂપિયા ૩૫,૦૦૦/-નો એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૪,૨૬,૬૦૦/-નો મુદામાલ કબજે લીધો હતો.
આમ, પોલીસે આ ગુનામાં પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર બુટલેગર રાકેશ પ્રમોદ પટેલ (ઉ.વ.૩૬) રહે.કુંકણી,નવાપરા ફળીયુંને વોન્ટેડ જાહેર કર્યો હતો .બુધવાર,તા.૧૧ ના રોજ સાંજના સુમારે ઓલપાડ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, આ ગુનાનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી રાકેશ પટેલ હાલમાં સરોલી બ્રિજ નીચે ઉભો છે. જે બાતમીના પગલે પોલીસે છાપો મારી બુટલેગર રાકેશ પટેલને ત્યાંથી દબોચી જેલમાં ધકેલી દીધો હતો. પોલીસે ઝડપેલ બુટલેગર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.




