તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Arrest : પ્રોહિ. ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ બુટલેગર ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓલપાડ પોલીસે કુંકણી ગામે કરેલ પ્રોહિ. રેઈડ ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ બુટલેગરને સરોલી બ્રિજ નીચેથી ઝડપી લીધો હતો. ગત તારીખ ૨૪ ઓગસ્ટના રોજ ઓલપાડ પીઆઈ સી.આર.જાદવે તાલુકાના કુંકણી ગામે પ્રોહિ. રેઈડ કરી રૂપિયા ૧૫,૫૧,૬૦૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થા સાથે આઇસર ટેમ્પો, જેની કિંમત રૂપિયા ૮ લાખ, રૂપિયા ૪૦,૦૦૦/-નું એક  મોપેડ, રૂપિયા ૩૫,૦૦૦/-નો એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૪,૨૬,૬૦૦/-નો મુદામાલ કબજે લીધો હતો.

આમ, પોલીસે આ ગુનામાં પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર બુટલેગર રાકેશ પ્રમોદ પટેલ (ઉ.વ.૩૬) રહે.કુંકણી,નવાપરા ફળીયુંને વોન્ટેડ જાહેર કર્યો હતો .બુધવાર,તા.૧૧ ના રોજ સાંજના સુમારે ઓલપાડ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, આ ગુનાનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી રાકેશ પટેલ હાલમાં સરોલી બ્રિજ નીચે ઉભો છે. જે બાતમીના પગલે પોલીસે છાપો મારી બુટલેગર રાકેશ પટેલને ત્યાંથી દબોચી જેલમાં ધકેલી દીધો હતો. પોલીસે ઝડપેલ બુટલેગર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.