Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભણગોર ગામનાં પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગર જિલ્લાનાં લાલપુર તાલુકાનાં ભણગોર ગામનાં પાટિયા પાસે મોડી રાત્રે ઇનોવા કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર ચીમનભાઈ જંબુભાઈ મીનામાનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી લાલપુર પોલીસે ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ચીમનભાઈ જંબુભાઈ મીનામા પોતાની બાઈક લઈને જામજોધપુર તરફથી લાલપુર તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન ભણગોર ગામના પાટિયા પાસે સામેથી લાલપુર તરફથી આવતી કાળા રંગની ટોયોટા ઇનોવા કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ અકસ્માતમાં ચીમનભાઈને કપાળ, નાક, હોઠ, પેટ તેમજ બંને પગ સહિત શરીરનાં વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને સારવાર માટે 108ની મદદથી લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ મીથુનભાઈ જંબુભાઈ મીનામાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇનોવા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)