Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂનાં કેસમાં સપ્ટેમ્બર દરમિયાન નોંધપાત્ર ઉછાળો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂનાં કેસમાં સપ્ટેમ્બર દરમિયાન નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બરમાં શહેરમાં ડેન્ગ્યૂના 756 કેસ નોંધાયા છે, જ્યારે ઓગસ્ટમાં 361 કેસ નોંધાયા હતા. એટલે માત્ર એક મહિનામાં જ કેસનો આંકડો બમણાથી વધુ થયો છે. ચાલુ વર્ષના પ્રથમ 9 મહિનામાં ડેન્ગ્યૂના કુલ 1344 સત્તાવાર કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ડેન્ગ્યૂ ઉપરાંત મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ચીકનગુનિયાના કેસ પણ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ વાયરલ તાવના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત AMC સંચાલિત વી.એસ., એલ.જી. અને શારદાબેન હોસ્પિટલની ઓપીડી, અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ સહિતની તકલીફ ધરાવતા દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં નોંધાયેલા 756 ડેન્ગ્યૂ કેસની સરખામણી ગત વર્ષના સમાન સમયગાળા સાથે કરવામાં આવે તો પણ વધારો જોવા મળે છે. સપ્ટેમ્બર 2025માં શહેરમાં ડેન્ગ્યૂના 448 કેસ નોંધાયા હતા. આમ, એક વર્ષમાં સપ્ટેમ્બર માસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેન્ગ્યૂની તપાસ માટે પણ આરોગ્ય તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં 16,290 સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યૂ માટે કુલ 64,887 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના આંકડામાં સામે આવ્યું છે.(સૌજન્ય)