Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ધ્રોલનાં હમાપર ગામેથી ઝાડ નીચેથી જુગાર રમત પાંચ પકડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાનાં હમાપર ગામથી ઇટાળા ગામ તરફ જતા કાચા રસ્તે સોહાર સીમ વિસ્તારમાં ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મયુરભાઈ ગોરધનભાઈ બેડીયા, નાજાભાઈ બચુભાઈ ડાંગર, કાંતીલાલ ઉર્ફે કાનો ગંગારામભાઈ સંતોકી, નીલેશભાઈ લાલજીભાઈ ગડારા તથા વિક્રમભાઈ દેવાભાઈ શિયાર મળી આવ્યા હતા.

આમ, પોલીસે પાંચેયને સ્થળ પરથી ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી તીનપત્તીના જુગારમાં વપરાતી રૂપિયા 61,700/-ની રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. જ્યારે નારણભાઈ ટપુભાઈ ગડારાને સ્થળ પર નોટિસ આપવામાં આવી હતી. ઘટના અંગે ધ્રોલ પોલીસે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)