Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાસણામાં સાસરિયાંના મહેણાં ટોણાંથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડા તાલુકાના વાસણા બુઝર્ગમાં આડા સબંધ હોવાના સાસરિયાંના મહેણાં ટોણાંથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવ અંગે પરિણીતાના પિતાની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે સારરિયા સામે આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માતર તાલુકાના માછીએલમાં રહેતા અરવિંદ ઉર્ફે રમણ બબાભાઈ ચુનારાની દીકરી જાનકીબેનના લગ્ન દોઢ વર્ષ અગાઉ ખેડા તાલુકાના વાસણા બુઝર્ગમાં રહેતા આનંદ વસંતભાઈ ચુનારા સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં દંપતીનું લગ્નજીવન સુખમય હતું.

પરંતુ બાદમાં છેલ્લા થોડા સમયથી પરિણીતાને પિયરમાં રહેતા યુવક સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી મહેણાં ટોણા મારતા હતા. મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. છતાં જાનકીબેનને તેના માતા- પિતા સમજાવીને સાસરીમાં મોકલતા હતા. તા.૧૨/૨/૨૫ના રોજ માતાજીનો પ્રસંગ હોવાથી દીકરી અને જમાઈ માછીએલ ગયા હતા. બાદમાં દીકરી પિયરમાં રહી હતી જ્યારે આનંદ ચુનારા ઘરે ગયો હતો. ત્યારબાદ તા.૯/૩/૨૫ના રોજ સાસરિયાં જાનકીબેનને તેડી ગયા હતા. બાદ પતિ અને સાસુ સસરા પરિણીતા ઉપર વહેમ રાખી તું યુવક સાથે ફોન ઉપર વાતો કરે છે તું અહીંથી જતી રહે, યુવક ના રાખે તો મરી જજે પણ અહીં પાછી આવતી નહીં તેમ કહી મહેણા ટોણા મારતા હતા.

જે હકીકત પરિણીતાએ માતા- પિતાને જણાવી ત્યારે પિતાએ ધુળેટીના તહેવાર પછી બોલાવી જઈશ તેમ જણાવ્યું હતું. બાદ જાનકીએ ગઈ કાલે સવારે ફોન કરતા ભાઈએ કાલે તારો જન્મદિવસ છે માટે ગિફ્ટ લાવ્યા છે તેવી વાતચીત કરી હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે ફોન આવેલો કે તમારી દીકરીએ ગળે ફાંસો ખાધો છે. ત્યારે પિયરિયા હોસ્પિટલે દોડી ગયા હતા.  આ બનાવ અંગે અરવિંદ ઉર્ફે રમણ બબાભાઈ ચુનારાની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે આનંદ વસંતભાઈ ચુનારા, વસંત જેઠાભાઇ ચુનારા તેમજ રાધાબેન વસંતભાઈ ચુનારા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.