તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળી આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડના ધામોદલા ગામે શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા હતા. વનવિભાગે દીપડી સાથે મિલન કરાવવા ફરી એ જ સ્થાને બચ્ચાને મુક્યા હતા. રાત્રે દીપડી ત્યાં આવી બંને બચ્ચાને મોઢામાં સુરક્ષિત સ્થળે લઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે વાલોડ તાલુકાના ધામોદલા ગામમાં ખેતરમાં શેરડી કાપણી ચાલી રહી હતી.

તે દરમિયાન ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં શેરડી કાપતા મજુરોને મળી આવ્યા હતા, જેને સુરક્ષિત સ્થાને રાખવામાં આવ્યા હતા. આ બાબતે વાલોડ વનવિભાગના જાણ કરતા વન કર્મચારીઓએ સ્થળ પર પહોંચી દીપડીના બચ્ચાની સારવાર કરી હતી અને જે સ્થળેથી મળ્યા ત્યાં જ ફરી મુકી દીધા હતા જેથી માતા દીપડી સાથે મિલન થઈ શકે. ત્યાં ટ્રેપ કેમેરા ગોઠવાયા હતા. જ્યાં દિપડી રાત્રીના સમયે ત્યાં આવી બંને બચ્ચાને મોઢામાં ઉચકી ગઈ હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી.(ફાઈલ ફોટો)