કલોલના હાઇવે ઉપર આવેલ એક ટેક્સ્ટાઇલ ફેક્ટરીમાં એકાએક આગ લાગી હતી આગના પગલે હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી આગ વિકરાળ બનતા તેનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવ્યો હતો ત્યારે કલોલ નગરપાલિકા અને ઓેએનજીસીની ટીમ દોડી આવી હતી અને સળગતી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, કલોલના હાઇવે ઉપર આવેલ શરબાની ટેક્સટાઇલ ફેક્ટરીમાં એકાએક આગ લાગી હતી આગ લાગતા હાજર લોકોએ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આગ વિકરાળ બની હતી અને સમગ્ર ફેક્ટરીમાં આગની જ્વાળાઓ ફરી વળી હતી જેના પગલે આગનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવતા કલોલ અને ઓએનજીસીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સળગતી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે ફેક્ટરીમાં રહેલ કોટન સહિત મશીનો સળગી ઊઠતા તેના ધુમાડા આકાશમાં ઊંચી સુધી ઉઠયા હતા મોડી સાંજ સુધી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ આગ બેકાબુ બનતી જતી હતી તેના કારણે આસપાસના લોકોમાં ચિંતાનો મોજુ જોવા મળ્યું હતું.



