નવસારીનાં જલાલપોરમાં પારસી ચાલ ખાતે રહેતા રત્નકલાકાર યુવકે હીરા ઉદ્યોગની મંદીના કારણે આર્થિક સંકડામણમાં આવી જતા તેણે હતાશ થઈ પૂર્ણ નદીમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, ચિરાગ બળવંતભાઈ ભંડારી હીરાના કારખાનામાં કામ કરતો હતો. 
જોકે હાલમાં મંદીના કારણે તેને હીરાનું કામ નહીં મળતા આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો જેના કારણે તેને તારીખ ૩૦ માર્ચ નાં રોજ બપોરનાં સમયે પૂર્ણા નદીના સંતોષીમાતામાં મંદિર ઓવારા પાસે જઈ નદીના પાણીમાં પડતુ મુકતા તેનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. મરણ જનાર ચિરાગ અપરણિત હતો અને તે માતા અને ભાઈ સાથે રહેતો હતો. બનાવ અંગે જગાલપોર પોલીસે અકસ્માત મોતની ગુનો દાખલ કરી કાયદેસરની કાર્વવવાહી હાથ ધરી હતી.



