તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

તાપી : ૧૪ જુગારીઓને રૂપિયા ૧.૭૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નિઝરનાં અંતુર્લી ગામમાં છાપરામાં વરલી મટકાનો જુગાર રમતા રમાડતા ૧૪ જુગારીઓને રોકડા રૂપિયા ૧૮,૪૯૦/- તથા અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા ૧,૭૨,૪૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાના અંતુર્લી ગામમાં સાહેબરાવ આશારામભાઈ કોળીના ઘરની પાછળનાં ભાગે આવેલા છાપરા નીચે મુંબઇથી નીકળતા વરલી મટકાના આંકડાઓ ઉપર પૈસા વતી હારજીતનો વરલી મટકાનો જુગાર રમાતો હતો.

જે બાતમીના આધારે પોલીસે તારીખ ૦૪/૦૨૦૨૫ નારોજ સ્થળ ઉપર રેડ કરી જુગાર રમતા ૧૪ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં રાજેન્દ્રભાઈ કાળુભાઈ તંબોળી (રહે.વેલદા), ભરતભાઈ ગોસાઈભાઈ પાડવી (રહે.વાંકા), ગણેશભાઈ વિરીયાભાઈ પવાર (રહે.ઓલવાન ગામ, તા.તળોદા), મણિલાલભાઈ દશરથભાઈ પાડવી (રહે.વાંકા), ક્રિષ્ના અશોકભાઈ પાડવી (રહે.વાંકા), લડ્ડીયાભાઈ સખારામભાઈ પાડવી (રહે.અંતુર્લી), તાપીરામભાઈ દાદભાઈ પાડવી (રહે.સજજીપુર), સુરેશભાઈ જેરૂભાઈ પાડવી (રહે.અંતુર્લી), નિલેશભાઈ બલવંતભાઈ પાઠક (રહે.નિઝર), સંપતભાઈ ગુલાભભાઈ વળવી (રહે.ચાંદશૈલી), અમૃતભાઈ ઉત્તમભાઈ ઠાકરે, સુરેશભાઈ મંગીયાભાઈ પાડવી (બંને રહે.હરદુલી), રાજુભાઈ મંગેસીંગભાઇ વળવી (રહે.હથોડા), દિલીપભાઈ રાયસીંગભાઈ પાડવી (રહે.નિઝર)નાંઓને ઝડપી પાડી જેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૮,૪૯૦/-, મોબાઇલ નંગ ૧૦ જેની કિંમત રૂપિયા ૪૪,૦૦૦/- તથા મોટરસાયકલ નંગ ૪ રૂપિયા ૧,૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૨,૪૯૦/-નાં મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે આ કામે સાહેબરાવ આશારામ કોળી (રહે.અંતુર્લી) અને રાહુલભાઈ ઢોને (રહે.ધુળવદ, તા.જી.નંદુરબાર)નાંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે સુનિલભાઈની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.