Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓલપાડના ખોર ગામે જુગાર રમતાં ચાર જુગારીઓને રૂ.૩,૧૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે, મોર ગામે મોટા ફળિયામાં લીમડાના ઝાડ નીચેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજાપાના વડે જુમાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં પોલીસે જુગાર રમતા ગામના મોટા ફળિયાના બે ઈસમો જેમાં પરેશ મંગલદાસ પટેલ અને દિવ્યેશ હસમુખ પટેલ તેમજ ટુંડા હરિયાનો રાકેશ નટવર પટેલ તથા આબર ફળિયાનો ઉમેશ દિતા પટેલને ઝડપી લીધા હતા. આમ, પોલીસે ગુના સ્થળેથી જુગાર દાવના રોકડા રૂ.૬૦૦ તથા અંગઝડતીથી મળેલા રોકડા રૂ.૨,૫૦૦ મળી કુલ રૂપિયાn મુદ્દામાલ કબ્જે કર્યો હતો.