સુરત જિલ્લાનાં વરાછાના કુબેર નગરના રહીશ રસીકભાઈ રબીભાઈ સાવલીયા હીરા ઘસવાનું કામ કરતા હતા. જોકે જેઓ ગત તારીખ ૭ નારોજ ઘરેથી સાવકી દિકરી વ્યારા સીંગી ફળીયામાં રહેતી હોય ત્યાં તથા બીજી પત્નીના ગામ ઘાટા જવાનું કહીને ઘરેથી બાઈક લઇને નીકળ્યા હતા. જેઓએ વ્યારાના ડુંગર ગામમાં દુધ ડેરી પાસે રસ્તા ઉપરથી પસાર થતાં હતા. ત્યારે બાઈક સ્લીપ થતાં તેઓ રોડ પર પટકાયા હતા. જેઓને માથાના ભાગે ગંભીર ઈજા થતા વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તો રસીકભાઈનું મોત થયું હતું. ઘટના અંગે વ્યારા પોલીસ મથકે અક્ષયભાઈ રસીકભાઈ સાવલીયાએ જાણ કરી હતી.




