Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં વાપીની અદાલતે આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સને ૨૦૨૦માં ઉમરગામમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં વાપીની અદાલતે આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આ સાથે જ આરોપીને રૂપિયા પચાસ હજારનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા તથા દંડની રકમ ઉપરાંત છ લાખ રૂપિયા વળતર તરીકે પીડિતાને આપવા પણ આદેશ થયો હતો. બનાવની વિગત એવી છે કે, ઉમરગામ તાલુકાના પુનાટ ગામે ૨૦૨૦માં બનેલી આ ઘટનામાં એક પરિવારની છ વર્ષની બાળકી નાનીના થરેથી આવી રહી હતી. ત્યારે આરોપીએ તેને મો દબાવી ઉપાડીને ચાલીના પાછળના ભાગે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને લોહી લુહાણ હાલતમાં છોડીને આરોપી નાસી છૂટયો હતો.

બાળકી જ્યારે રડતી રડતી ઘરે પહોંચી, ત્યારે તેની માતાએ તેની હાલત જોઈ તેને પૂછતા ટોપીવાળા અંકલે તેની સાથે આ કર્યું હોવાની વાત જણાવી હતી, ત્યારબાદ કરતા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાવી પરિવારે આ મામલે પોલીસને ફરિયાદ આપી હતી. આ કેસમાં પોલીસે આરોપી સરોજલાલુ લાલબહાદુર સાવ (ગુપ્તા)ની ઘટના સ્થળેથી મળી આવેલા પાકીટના આધારે ધરપકડ કરી હતી. આખરે આ કેસની કાર્યવાહી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી હતી. આ દરમિયાન ડી જી પી અનિલ ત્રિપાઠીએ ધારદાર દલીલો રજુ કરતા તે ચાભરાખીને વિદ્વાન ન્યાયાધીશ ટી.વી.આહુજાએ આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો. સાથે જ આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.