મનિષા એસ. સુર્યવંશી/તાપી : નવસારી જિલ્લાનાં વાંસદા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારાનાં જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૪/૦૪/૨૦૨૫ નાંરોજ નાસતા ફરતા અને વોન્ટેડ આરોપી બાબતે માહીતી મેળવવા તજવીજ હાથ ધરી હતી. તે દરમ્યાન સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાનાં જુના બસ સ્ટેન્ડ પાસેથી નવસારી જિલ્લાનાં વાસંદા પોલીસ મથકે પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રણજીત કાળીયાભાઇ ગામીત (ઉ.વ.૪૦., રહે.બોરકુવા ગામ, નવાપાડા ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)ને પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.




