તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા ૯,૭૯૩ લોકોને મેદસ્વિતા મુકત જીવનશૈલી માટે પ્રેરિત કરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આપેલા આહવાનને અનુસરીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યની જનતામાં સ્વસ્થ જીવનશૈલીની અભ્યાસપ્રવૃત્તિ ઊભી કરીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ઉભી કરવી છે.

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો દ્વારા સામાજિક અને વ્યવહાર પરિવર્તન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કોમ્યુનિટી મીટિંગો, જૂથ ચર્ચાઓ (Group Discussions), વ્યક્તિગત પરામર્શ (IPC – Interpersonal Communication), શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં પ્રેરણાદાયક માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ આઈ.ઈ.સી.પ્રવૃત્તિઓ દ્વારા નવસારી જિલ્લાના અંદાજે ૯,૭૯૩ નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા ના ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં આ અભિગમને સુસંગત રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ આગામી સમયગાળામાં પણ આ અભિયાનને વિસ્તૃતરૂપે અમલમાં મૂકી રાજ્ય સરકારના હેતુને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.