Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હરણી પોલીસે 27 લાખનો ગાંજો ઝડપી પાડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરામાં હરણી પોલીસે 27 લાખનો ગાંજો ઝડપી પાડ્યો હતો. હરણી નજીક અમદાવાદ સુરત હાઇવે પર આવેલી કન્ફર્ટ ઈન હોટલ પાસે ગાંજાનું મોટું કનસાઈનમેન્ટ આવનાર હોવાની વિગતો મળતા ડીસીપી પન્ના મોમાયાએ હરણી પોલીસના પીઆઇ અને ટીમને એલર્ટ કર્યા હતા.

પોલીસે હોટલની આસપાસ જુદા જુદા વાહનો ચેક કરતા એક ટેમ્પામાંથી ડ્રાઇવર સાઈડની પાછળ બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું. પોલીસ તેમાંથી 45 પેકેટો કબજે કર્યા હતા. પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેતા લીલા રંગનો માદક પદાર્થ ગાંજો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ગાંજાનું વજન 270 કિલોગ્રામ થયું હતું. જેની બજારમાં કિંમત 27 લાખ જેટલી થાય છે. પોલીસે આસપાસમાં તપાસ કરતા ડ્રાઇવર મળી આવ્યો હતો. જેથી રૂ 8 લાખની કિંમતનો ટેમ્પો અને ગાંજો મળી કુલ 35 લાખનો મુદ્દા માલ કબજે કરી ટેમ્પાના ડ્રાઇવર તેમજ માલિકની શોધખોળ હાથ ધરી હતી.