Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાડકુવા ગામની સીમમાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં તાડકુવા ગામની સીમમાં નવાપુર સુરત નેશનલ હાઈવે ઉપર ટેન્કરનાં ચાલકે બંધ પડેલ ટ્રકને પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેથી આ અકસ્માતમાં એક શખ્સને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું જયારે એકને ઈજા પહોંચી હતી.

તેમજ આ અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ટેન્કર સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાનાં શેરા ચોક રઝા કલોની મેહરૂનમાં રહેતા પરવેઝ મેહબૂબ કુરેશી નાંઓ તારીખ ૨૦/૦૪/૨૦૨૫ નાંરોજ ટ્રક નંબર MH/41/AU/6474માં લોખંડની ગોળ પ્લેટ જલગાંવથી ભરીને ક્લીનર અનવર નિસાર શેખ (રહે.સાડગર મોહલ્લા, પાલડી જલગાંવ, મહારાષ્ટ)નાંઓ સાથે પાલડી મહારાષ્ટ્ર ખાતેથી નીકળી સુરત સચિન ખાતે ખાલી કરવા માટે નીકળ્યા હતા.

તે સમયે તાડકુવા ગામની સીમમાં નવાપુર સુરત જતાં હાઇવે રસ્તા ઉપર તેમની ટ્રક અચાનક બંધ થઇ ગઈ હતી. તે સમયે ક્લીનર અનવર ટ્રક નીચે ડીઝલ પાઇપ ખોલતા હતા અને જયેશ સોમનાથ જાધવનાઓ ટ્રકની પાછળ મોબાઇલનાં ફલેશ લાઇટથી વાહનોને ઇશારો કરતો હતો. તે દરમિયાન ટેન્કર નંબર GJ/21/W/7710નો ચાલક તેના કબ્જાનું ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રકને પાછળથી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં પાછળ ઉભેલ જયેશને અડફેટમાં આવી જતાં કપાળનાં ભાગે ઇજા પહોંચી હતી અને શરીરે નાની-મોટી ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું તથા ક્લીનર અનવરને પણ કપાળનાં ભાગે તથા નાક ઉપર સામાન્ય ઇજા પહોંચી હતી. જયારે આ અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાના કબ્જાનું ટેન્કર રસ્તા ઉપર મુકી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પરવેઝ મેહબૂબ કુરેશીએ ભાગી છુટેલ ટેન્કર ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.