તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વાલોડનાં અંબાચ ગામે બાઈક અડફેટે આવતાં રાહદારીનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડનાં અંબાચ ગામનાં આશ્રમ ફળિયામાં વાલોડથી ખાનપુર ગામ તરફ આવતાં રસ્તા પર દૂધ ડેરી પાસે મોપેડ બાઈક ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી આધેડને પાછળથી ટક્કર મારી દેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, તેમજ મોપેડ બાઈક ચાલક સહીત બે જણાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે વાલોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાના રૂપવાડા ગામનાં આંબલી ફળીયામાં રહેતો સાહીલભાઈ સરમુખભાઈ ચૌધરીનો તારીખ 29/04/2025 નાંરોજ પોતાના કબ્જાની ડ્યુટ મોપેડ બાઈક નંબર GJ/26/R/2214ને લઈ અંબાચ ગામનાં આશ્રમ ફળિયામાં વાલોડથી ખાનપુર ગામ તરફ આવતાં રસ્તા પર દૂધ ડેરી પાસેથી પસાર થતો હતો.

તે સમયે જયેશભાઇ દિનુભાઈ ચૌધરી (ઉ.વ.૬૦., રહે.અંબાચ ગામ, બાવળી ફળીયું, તા.વાલોડ)નાઓ ચાલતા ચાલતા ખાનપુર બસ સ્ટેન્ડ તરફ જતા હતા. તે દરમિયાન સાહીલભાઈએ પોતાના કબ્જાની મોપેડ બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી જયેશભાઈને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં જયેશભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ મોપેડ પાછળ બેસેલ રાકેશભાઈ ચૌધરી અને મોપેડ બાઈક ચાલક સાહીલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે રાકેશભાઈ ચૌધરી નાંએ તારીખ 30/04/2025 નાંરોજ મોપેડ બાઈ ચાલક સાહીલ ચૌધરી સામે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.