સોનગઢ જે.કે. પેપર ગેટની સામે સુરત ધુલિયા હાઈવે રોડના બ્રીજ નીચે બાઈકનું સાઈલેન્સર અડી જવા જેવી નજીવી બાબતે બાઈક ચાલકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તે સમયે સોનગઢ જે.કે. પેપર ગેટની સામે સુરત ધુલિયા હાઈવે રોડના બ્રીજ નીચે ફરહાનની બાઈકને ઓવર ટેક કરવા જતા રામકુમારની બાઈકનું સાઈલેન્સર અડી ગયું હતું. જેથી રામકુમારને ઉભો રખાવી મોઢાના ભાગે તેમજ પેટના ભાગે ઢીક્કમુક્કીનો માર મારી ગાળો આપી હતી તેમજ તેની સાથેના ઈસમ તોસીફ તેમજ અન્ય બે ઈસમોને બોલાવી તેઓએ પણ રામકુમારને મા૨મારી નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રામકુમાર ચંદુભાઈ સાહાનીએ તારીખ 30/04/2025 નાંરોજ મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.
