અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જી.આઈ.ડી.સી. પોલીસે તપાસ શરૂ કરી હતી. 
તેના ભાઈએ સ્થળ પર દોડી આવી બારીનો કાચ તોડી અંદર જોતા યુવક બેડ પર બેશુદ્ધ નજરે પડયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા જી.આઈ.ડી.સી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવકનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પરંતુ જી.આઈ.ડી.સી. પોલીસે આગળની તપસ્સ હાથ ધરી હતી.




