ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં લહાનમાળુંગા ગામે ૧૦ વર્ષ પહેલા થયેલ ઝઘડાાની અદાવત રાખી, નાના ભાઈએ પોતાના ૬૫ વર્ષીય મોટા ભાઈ પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં મોટા ભાઈને માથાનાં ભાયે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક શામગહાન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં તેઓની હાલત ગંભીર જણાતા આહવા બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વઘઈ તાલુકાનાં લહાનમાળુંગા ગામમાં રહેતા જાનુભાઈ લહાનુભાઈ ગાવિત અને તેમના નાનાભાઈ શ્રીરામભાઈ વચ્ચે વર્ષ ૨૦૧૫માં બળદ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખી નાનાભાઈ શ્રીરામભાઈએ મોટાભાઈ જાનુભાઈના માથાના પાછળ લોખંડનો સળીયો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
