વાલોડના અંધાત્રી અને બુહારી ગામની વચ્ચેથી પસાર થતી પૂર્ણા નદીના પુલ પર એક યુવાનની મોટરસાઈકલ મળી આવી હતી. ડોલવણના કલકવા ગામે રહેતા અને મૂળ રાજસ્થાનના ઝુઝનુ જિલ્લાના બિસાઉ ગામના રહેવાસી સુનિલભાઇ કેસરભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૮) ૩૦ જુલાઇ ૨૦૨૫ના રોજ સવારે ૬.૩૦ વાગ્યે તેમના ઘરે કંઈ જણાવ્યા વિના મોટરસાઇકલ યુનિકોન લઈને નીકળ્યા હતા.
બાદમાં તેમની મોટરસાઇકલ પૂર્ણા નદીના પુલ પરથી બિનવારસી હાલતમાં મળી હતી, જોકે સુનિલભાઈનો કોઈ પત્તો નથી. ઘટના અંગે તેમના નાનાભાઈ નરેશભાઈ કેસરભાઇ પ્રજાપતિએ વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. સુનિલના ડાબા હાથના બાવડા પર સુનિલ લખેલું ટેટૂ છે. વાલોડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા દરમિયાન ગુરુવારે હથુકા પાસે નદીમાંથી યુવકની લાશ મળી હતી.આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




