Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કચ્છના સાગર કિનારે ફરી ત્રણ કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પશ્ચિમ કચ્છની સંવેદનશીલ જળસીમાને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી પાછલા એક સપ્તાહથી મહાકાય કન્ટેઇનરો તણાઈ આવ્યા હોવાની સતત પાંચમી રહસ્યમયી ઘટના દેશના સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના સાગર કિનારે એકસાથે ત્રણ જેટલી મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યા હોવાના સમાચાર મળ્યાં છે. આ સમગ્ર મામલે જાણ થતા કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસમાં શરૂ કરી દીધી છે.

છેલ્લા એક સપ્તાહમાં પશ્ચિમ કચ્છના સાગર કિનારે તણાઈને આવેલા મહાકાય સાત કન્ટેનર ટેન્ક હજુ રફ બનેલા દરિયાઈ પાણીમાં જ તરી રહ્યા છે. કારણ કે, અહીં મોટી ક્રેન જેવી હેવી મશીનરી પહોંચી શકે તેમ ન હોવાથી જેને કાંઠા પર લાવવા માટે સુરક્ષા એજન્સીઓ મથામણ કરી રહી છે. અલબત્ત આ કન્ટેનરોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાવામાં આવ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, અરબી સમુદ્ર આંતરરાષ્ટ્રીય માલવાહક જહાજોનો ઓમાન, દુબઈ અને ગલ્ફ દેશો અને ખાડી દેશોને જોડતો જળમાર્ગ હોવાથી અહીં મોટી માત્રામાં જહાજોની આવનજાવન રહેતી હોય છે. ગત જૂન મહિનામાં ઓમાન પાસે એક જહાજે દરિયામાં જળસમાધિ લીધી હતી, શક્ય છે કે એ જહાજના કંટેનરો ભારતીય જળસીમામાં તણાઈ આવતા હોય તેવું શક્ય હોઈ શકે છે! આવું કોઠારા પોલીસનું કહેવું છે. જો કે, આ મામલે ચોક્કસ માહિતી પ્રકાશમાં નથી આવી. કારણ કે, કન્ટેનરની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!