સુરત શહેરના કતારગામ કુંજગલીમાં આવેલા ધારા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધે ઝેર ગટગટાવી મોતને વહાલું કરી લીધું હતું. પગની બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટના વતની અને હાલ કતારગામ કુંજગલીમાં આવેલા ધારા એપાર્ટમેન્ટમાં 63 વર્ષીય ભીખાભાઈ વલ્લભભાઈ ગઢીયા એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. ભીખાભાઈ વોચમેન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પહેલા ભીખાભાઈ ને પગમાં લોખંડ વાગી જતા તેઓને સતત દુખાવો રહેતો હતો. તેમજ જેના કારણે તેઓ ચાલે પણ ન શકતા હતા. જેથી કંટાળીને 9 ઓગસ્ટે ભીખાભાઈએ ઘરમાં ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતા તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે કતારગામ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.



