તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ : ભારતીય હવામાન વિભાગએ દિલ્હી માટે યલો એલર્ટ અને નોઈડા-ગાઝિયાબાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું, 170 ફ્લાઈટ મોડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજે વહેલી સવારથી દિલ્હી અને આસપાસના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેના પરિણામે ટ્રાફિક જામ અને પાણી ભરાવવાની સમસ્યા થઈ. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી માટે યલો એલર્ટ અને નોઈડા-ગાઝિયાબાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજધાની ક્ષેત્રોના અન્ય વિસ્તારોમાં દિવસભર હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડવાની અપેક્ષા છે, કોઈ ચોક્કસ ચેતવણી આપવામાં આવી નથી.

લખનૌ હવામાન કેન્દ્રના જણાવ્યાનુસાર ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદ હાલમાં અપેક્ષિત તીવ્ર હવામાન પરિસ્થિતિઓને કારણે રેડ એલર્ટ હેઠળ છે. દરમિયાન, ગુરુગ્રામ અને ફરિદાબાદ અપ્રભાવિત છે, આ શહેરો માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.ભારે વરસાદને કારણે દિલ્હીના મુખ્ય માર્ગો જેવા કે DND ફ્લાયવે, મથુરા રોડ, વિકાસ માર્ગ અને રાજારામ કોહલી માર્ગ પર ટ્રાફિક ધીમો પડ્યો હતો. બદરપુરથી આશ્રમ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે ઓફિસ જનારાઓ અને સ્કૂલ બસોને ભારે મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટના સમયપત્રક પર પણ અસર પડી હતી. Flightradar24.comના અહેવાલ અનુસાર, 146 ફ્લાઇટ્સના પ્રસ્થાન અને 30 ફ્લાઇટ્સના આગમનમાં સરેરાશ 28 મિનિટનો વિલંબ થયો હતો.

એરલાઇને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “દિલ્હીમાં આજે હળવો વરસાદ વરસી રહ્યો છે. જોકે, હજુ સુધી રસ્તા પર તેનો કોઈ વધારે પ્રભાવ પડ્યો નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં મુસાફરી ધીમી પડી શકે છે. જો તમે એરપોર્ટ તરફ જઈ રહ્યા છો, તો કૃપયા અગાઉથી યોજના બનાવો અને અમારી એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ કરીને તમારી ફ્લાઇટ વિગતો અગાઉથી જોઈ લો. અમારી એરપોર્ટ ટીમ તમને હંમેશા મદદ કરવા માટે ઉપલબ્ઘ છે.”ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે દિવસભર દિલ્હીના બાકીના ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. જ્યારે ગુરુગ્રામ અને ફરીદાબાદ માટે કોઈ ખાસ ચેતવણી જારી કરવામાં આવી નથી.